VIDEO: તમિલનાડુ ચૂંટણી 2026! વિજય થલાપતિએ ફૂંક્યું ચૂંટણી શંખનાદ, મેનિફેસ્ટોમાં વિદ્યાર્થીઓ અને યુવા ઉદ્યોગસાહસિકો માટે મોટી જાહેરાતો
VIDEO:&nb

VIDEO: ટીવીકે પાર્ટીના પ્રમુખ અને અભિનેતા વિજયે થલાપતિએ ત્રિચી પૂર્વ વિધાનસભા બેઠક પરથી પોતાનું નામાંકન દાખલ કર્યું છે. આ સાથે તેઓ પેરામ્બુર અને ત્રિચી પૂર્વ બે બેઠકો પરથી ચૂંટણી લડશે.
વિજય થલાપતિએ અગાઉ 30મી માર્ચે પેરામ્બુર બેઠક માટે નામાંકન ભર્યું હતું. તેઓ ડીએમકેના વર્તમાન ધારાસભ્યો આરડી સેકર અને ઇનિગો એસ ઇરુદયરાજ સામે ચૂંટણી લડી રહ્યાં છે. પેરામ્બુર બેઠક 2016 સુધીમાં સીપીઆઈએમનો ગઢ હતી અને ૨૦૧૯ની પેટાચૂંટણી બાદ આરડી સેકરે તેનો કબજો જમાવ્યો છે.ત્રિચિરાપલ્લી એરપોર્ટ પર પાર્ટી કાર્યકર્તાઓએ વિજયનું ભવ્ય સ્વાગત કર્યું હતું. 30મી માર્ચે વિજયે પાર્ટીનું મેનિફેસ્ટો જાહેર કર્યું હતું, જેમાં ડ્રગ વિરોધી સુરક્ષા ઝોન અને વિદ્યાર્થીઓ માટે માસિક સહાયનું વચન આપવામાં આવ્યું છે.
વિજયે જણાવ્યું હતું કે અમારું પ્રાથમિક લક્ષ્ય ડ્રગ-મુક્ત તમિલનાડુ બનાવવાનું છે. રાજ્યની તમામ શાળાઓ અને કોલેજોમાં ડ્રગ વિરોધી સુરક્ષા ઝોન સ્થાપિત કરવામાં આવશે. તેમણે સરકારી પરીક્ષાઓ સમયસર લેવાની ખાતરી આપી.વિજયે સ્નાતકોને મહિને 4 હજાર રૂપિયા અને ડિપ્લોમા ધારકોને 2 હજાર રૂપિયાની સહાય જાહેર કરી. તેમણે સ્થાનિક લોકો માટે સ્થાનિક રોજગાર અને ક્રિએટિવ આંત્રપ્રિન્યોર્સ સ્કીમ જેવી યોજનાઓની જાહેરાત કરી, જેના દ્વારા દોઢ લાખ સર્જકોને ઉદ્યોગસાહસિક બનાવવાનો લક્ષ્ય છે.












