VIDEO: સુરતનો કાકરાપાર ડેમ થયો ઓવરફ્લો
સુરત જિલ્લામાં વરસાદી માહોલ છે. અનેક નદીઓ ગાંડીનતુર બની છે ત્યારે વરસાદના નીરથી હવે ડેમો પણ પ્રભાવિત થયા છે. દક્ષિણ ગુ
સુરત જિલ્લામાં વરસાદી માહોલ છે. અનેક નદીઓ ગાંડીનતુર બની છે ત્યારે વરસાદના નીરથી હવે ડેમો પણ પ્રભાવિત થયા છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમાન કાકરાપાર ડેમ હવે ઓવરફ્લો થયો છે. કાકરાપાર ડેમ ની પૂર્ણ સપાટી 160 ફૂટ છે. જ્યારે હાલ ડેમ 164 ફૂટ સપાટી એ જતા 4 ફૂટ ઉપર થી ફ્લો થઈ રહ્યો છે. જેથી તંત્ર પણ એલર્ટ બન્યું છે અને ડેમ પ્રભાવિત ગામોને સાવચેત કરવામાં આવ્યા છે.




