મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: સુપ્રીમ કોર્ટનો સખત આદેશ: "દહેજ મૃત્યુ સમાજ માટે ગંભીર કલંક", પટણા હાઈકોર્ટે આરોપીને આપેલા જામીન રદ કર્યા

VIDEO: સુપ્રીમ કોર

સોર્સ: GSTV

VIDEO: સુપ્રીમ કોર્ટે દહેજ પ્રથાને સમાજ માટે ગંભીર કલંક ગણાવી છે અને કહ્યું છે કે કાયદાકીય પ્રતિબંધો હોવા છતાં આ દુષ્ટ પ્રથા હજારો મહિલાઓ માટે અકુદરતી મૃત્યુનું કારણ બની રહી છે.દહેજ મૃત્યુ એક કલંક છે અને તે માનવ અધિકારો તેમજ માનવીય ગૌરવનું ઘોર ઉલ્લંઘન છે

 સુપ્રીમ કોર્ટનાન્યાયાધીશ જેબી પારડીવાલા અને વિજય બિશ્નોઈની બેન્ચે દહેજ મૃત્યુ કેસમાં આરોપીને પટણા હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા જામીનને રદ કરતી વખતે આ મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે. બેન્ચે જણાવ્યું કે દહેજ મૃત્યુ જેવા ગંભીર ગુનામાં હાઈકોર્ટે જામીન મંજૂર કરતી વખતે અત્યંત સાવધાની રાખવી જોઈએ. આદેશમાં કોર્ટે કહ્યું કે દહેજ મૃત્યુ એક કલંક છે અને તે માનવ અધિકારો તેમજ માનવીય ગૌરવનું ઘોર ઉલ્લંઘન છે. કોર્ટે નોંધ્યું કે કાનૂની પ્રતિબંધો હોવા છતાં આ પ્રથા હજુ પણ ચાલુ છે. વરરાજાના પરિવાર દ્વારા પૈસા કે કિંમતી વસ્તુઓની માંગણી પૂરી ન થવા પર કન્યાની હત્યા કરવામાં આવે છે અથવા આત્મહત્યા માટે દબાણ કરવામાં આવે છે.

આ કેસમાં મૃતક મહિલાના પતિને પટણા હાઈકોર્ટે જામીન આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે આ આદેશને સંપૂર્ણપણે ભૂલભરેલો ગણાવ્યો છે. કોર્ટે જણાવ્યું કે હાઈકોર્ટે કેસના મહત્વપૂર્ણ પાસાઓ જેમ કે મૃતકના શરીર પરના ઈજાના નિશાન અને પોસ્ટમોર્ટમ રિપોર્ટને અવગણ્યા છે. હાઈકોર્ટે માત્ર એટલું જ નોંધ્યું કે આરોપી જેલમાં છે અને અત્યાર સુધી માત્ર બે સાક્ષીઓની તપાસ થઈ છે.આરોપીના વકીલે દલીલ કરી હતી કે આ આત્મહત્યાનો કેસ છે અને મૃતક મહિલા માનસિક રીતે અસ્થિર હતી. તેમણે કહ્યું કે મહિલાએ ઈમારતના છઠ્ઠા માળેથી કૂદી પડી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે લગ્નને માત્ર દોઢ વર્ષ જ થયાં હતાં અને મૃત્યુ 1 સપ્ટેમ્બર, 2024ના રોજ શંકાસ્પદ સંજોગોમાં થયું હતું. 

આ સમાચાર શેર કરો