VIDEO: સ્ટાલિનનો 'માસ્ટરસ્ટ્રોક': DMKએ લોન્ચ કર્યો 'સુપરસ્ટાર મેનિફેસ્ટો', મહિલા સહાય બમણી કરવાનું વચન
VIDEO: તમિલનાડુના મુખ્યમંત્રી અને ડીએમકે પ્રમુખ એમકે સ્ટા

VIDEO: તમિલનાડુના મુખ્યમંત્રી અને ડીએમકે પ્રમુખ એમકે સ્ટાલિને 2026ની વિધાનસભા ચૂંટણી પહેલા પાર્ટીના સુપરસ્ટાર મેનિફેસ્ટોનું અનાવરણ કર્યું છે. આ મેનિફેસ્ટોમાં મહિલાઓ, યુવાનો, ખેડૂતો અને શિક્ષણ સહિત છ મુખ્ય સ્તંભો પર ભાર મૂકવામાં આવ્યો છે.
ડીએમકે પાર્ટીના મેનિફેસ્ટોમાં આર્કષણનું કેન્દ્ર ઈલ્લાથરાસી યોજના છે, જે હેઠળ આવકવેરો ભરવાની લાયકત ન ધારવનાર ગૃહિણીઓને વોશિંગ મશીન, ગ્રાઈન્ડર, ટીવી જેવા ઘરગથ્થુ ઉપકરણો ખરીદવા માટે 8 હજાર રૂપિયાનું કુપન આપવામાં આવશે. વધુમાં, કલાઈનાર માગલીર ઉરીમાઈ થોગાઈ હેઠળ મહિલાઓને દર મહિને 1 હજાર રૂપિયાની સહાયને બમણી કરીને 2 હજાર રૂપિયા કરવાનું વચન છે.
મુખ્યમંત્રીની નાસ્તા યોજના ધોરણ 8 સુધી વિસ્તારવામાં આવશે, જેનાથી 15 લાખ વધુ વિદ્યાર્થીઓને લાભ મળશે.સ્ટાલિને જણાવ્યું કે આ મેનિફેસ્ટો દ્રવિડિયન મોડેલ પર આધારિત છે અને તમિલનાડુને વિકસિત બનાવવા માટે સ્માર્ટ આર્થિક ગુણક અને લોક-કેન્દ્રિત યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ડીએમકે નેતાઓએ તેને જાહેર અભિપ્રાય પર આધારિત 360 ડિગ્રી દસ્તાવેજ તરીકે વર્ણવ્યો છે.વિપક્ષી એઆઈએડીએમકે અને ભાજપે મેનિફેસ્ટોને કોપી-પેસ્ટ અને સ્ટીકર રાજકારણ તરીકે ટીકા કરી છે.












