મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

નાસાએ શેર કરેલો VIDEO જોઈ લોકો થયા આશ્ચર્યચકિત: બ્રહ્માંડમાં જોવા મળ્યો 'ભગવાનનો હાથ'!

અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ બ્રહ્માંડની એવી તસવીર જાહેર કરી છે કે લોકો તેને જોઈ આશ્ચર્યમાં પડી

અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ બ્રહ્માંડની એવી તસવીર જાહેર કરી છે કે લોકો તેને જોઈ આશ્ચર્યમાં પડી ગયા છે. ડાર્ક એનર્જી કેમેરાથી લેવામાં આવેલી આ તસવીરમાં હાથ જેવો આકાર જોવા મળે છે.  જે સર્પાકાર ગેલેક્સી તરફ જતો હોય તેવું લાગે છે. નાસા અનુસાર, આ વાદળો અને ધૂળના કણોનું માળખું છે. જો કે, બ્રહ્માંડમાં આવો અનોખો આકાર જોઈને લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકો કહે છે કે શું એ સાચું છે કે અવકાશમાં ભગવાનના દર્શન થાય છે? માહિતી અનુસાર, આ ફોટો 6 મે 2024ના રોજ લેવામાં આવ્યો હતો.

નાસા ઘણીવાર બ્રહ્માંડની સુંદર તસવીરો શેર કરે છે અને તેના રહસ્યો પણ જણાવે છે. લાઈવ સાયન્સ રિપોર્ટ કહે છે કે આ વખતની તસવીર ખૂબ જ ખાસ છે. આ ચિત્રમાં મુઠ્ઠી જેવો આકાર દેખાય છે. એવું લાગે છે કે હાથ સર્પાકાર ગેલેક્સી પકડવા જઈ રહ્યો છે. 

શું છે રહસ્ય?

નાસાએ કહ્યું કે આ તસવીર નિહારિકાના કારણે બની છે. આ નિહારિકા તારાના તૂટવાના કારણે બની છે. નાસાએ કહ્યું કે તેને ગમ નેબ્યુલા કહેવામાં આવે છે. પૃથ્વીથી તેનું અંતર લગભગ 1300 પ્રકાશ વર્ષ છે. આ સિવાય તેમાં ગેસ અને ધૂળથી બનેલા વાદળો છે. તેનો આકાર ધૂમકેતુ જેવો છે, તેથી તેને કોમેટરી નેબ્યુલા પણ કહેવામાં આવે છે. તે હાથના આકારમાં સમગ્ર બ્રહ્માંડમાં વિસ્તરે છે તેથી તેને ભગવાનના હાથ તરીકે ઓળખવામાં આવે છે.

તસવીરમાં માથું અને લાંબી પૂંછડી પણ જોઈ શકાય છે. એવું લાગે છે કે કોઈક મોં આકાશ ગંગાને ખાવા ધસી રહ્યું છે. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે આ તારાઓના જન્મની ઘટના છે. જો કે, આ નિહારિકાઓ કેવી રીતે બને છે તે વિશે કોઈ સંપૂર્ણ માહિતી નથી. કેટલાક વૈજ્ઞાનિકો કહે છે કે વિશાળ તારાઓમાંથી આવતી ગરમ હવાને કારણે બ્રહ્માંડની રચના થઈ છે. પ્રથમ કોમેટરી ગ્લોબ્યુલ 1976 માં જોવા મળ્યું હતું.

આ સમાચાર શેર કરો