મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: સોનિયા ગાંધીના આરોગ્ય અંગે રાહતના સમાચાર: સર ગંગારામ હોસ્પિટલે જાહેર કર્યું હેલ્થ બુલેટિન

VIDEO: કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીના સ્વાસ્થ્ય અંગે

VIDEO: કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીના સ્વાસ્થ્ય અંગે સારા સમાચાર છે. સર ગંગા રામ હોસ્પિટલતરફથી જણાવવામાં આવ્યું છે કે તેમના સ્વાસ્થ્યમાં સુધારો થયો છે અને હાલમાં તેઓ સંપૂર્ણપણે સામાન્ય સ્થિતિમાં છે. 

દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલ સત્તાવાળાઓએ કહ્યું કે સોનિયા ગાંધીના તમામ તબીબી પરિમાણો હવે સામાન્ય છે. જોકે, તેઓ સંપૂર્ણ સ્વસ્થ ન થાય ત્યાં સુધી તેમને થોડા દિવસો સુધીએન્ટિબાયોટિક્સ ચાલુ રાખવામાં આવશે. તેમની સ્થિતિ હાલ સ્થિર અને સુધરી રહી છે. હોસ્પિટલમાંથી રજા આપવાનો નિર્ણય ડોક્ટરોની ટીમ અને દર્દી સાથે પરામર્શ કરીને જ લેવામાં આવશે.

સોનિયા ગાંધીને 24 માર્ચે રાત્રે સાડા 10 વાગ્યે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સારવાર નિષ્ણાત ડોક્ટરોની ટીમ કરી રહી છે.સોનિયા ગાંધીની તબિયત અચાનક બગડવાને કારણે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ તેમની માતાની સંભાળ રાખવા દિલ્હીમાં રહેવાનો નિર્ણય લીધો હતો. 

આ સમાચાર શેર કરો