મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO/ અમરેલીમાં ડીઝલની અછત વચ્ચે રાહત

અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી પેટ્રોલ-ડીઝલની ભારે અછત વચ્ચે સાવરકુંડલાથી રાહતના સમાચાર સામે આ

અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી પેટ્રોલ-ડીઝલની ભારે અછત વચ્ચે સાવરકુંડલાથી રાહતના સમાચાર સામે આવ્યા છે. સાવરકુંડલાના મહુવા રોડ પર આવેલા પેટ્રોલ પંપ પર ડીઝલનું એક ટેન્કર આવી પહોંચતા જ વાહનચાલકો અને ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.ડીઝલ આવ્યાની જાણ થતાં જ પેટ્રોલ પંપ પર વાહનોની લાઈનો લાગી હતી.  ખેતીની સીઝન હોવાથી ખેડૂતો પોતાના ટ્રેક્ટરો લઈને ડીઝલ લેવા માટે લાંબી લાઈનોમાં ગોઠવાઈ ગયા હતા. હાલ પંપ પર ટ્રેક્ટર દીઠ ૨૫૦૦ રૂપિયાના ડીઝલનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે

આ સમાચાર શેર કરો