મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: હરિયાણાના ચરખી દાદરીમાં વરસેલા વરસાદે ખેડૂતો અને સરકારની ચિંતામાં વધારો કર્યો

હરિયાણાના ચરખી દાદરીમાં અચાનક વરસેલા ભારે વરસાદે ખેડૂતો અને

હરિયાણાના ચરખી દાદરીમાં અચાનક વરસેલા ભારે વરસાદે ખેડૂતો અને સરકારની ચિંતામાં વધારો કર્યો છે. અનાજ માર્કેટમાં ખુલ્લામાં પડેલો ઘઉં અને રાયડાનો પાક વરસાદી પાણીમાં પલળી જતાં ભારે નુકસાન થયું છે. યોગ્ય સંગ્રહ વ્યવસ્થાના અભાવે લાખોની કિંમતનો અનાજનો જથ્થો બગડી ગયો છે, જેના કારણે સરકારને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.  માર્કેટ યાર્ડમાં પાણી ભરાઈ ગયા છે અને ખેડૂતોની મહેનત પાણીમાં ફેરવાઈ રહી છે. આ કુદરતી આફતે ખેડૂતોની કમર તોડી નાખી છે. હવે જોવાનું એ રહેશે કે વહીવટીતંત્ર આ નુકસાનની ભરપાઈ માટે શું પગલાં ભરે છે.

આ સમાચાર શેર કરો