મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડાપ્રધાન મોદીના આગમનને લઈને વડોદરામાં તડામાર તૈયારીઓ, આજે સાંજે પહોંચશે

વડાપ્રધાન મોદીના આગમનને લઈને વડોદરામાં તડા

વડાપ્રધાન મોદીના આગમનને લઈને વડોદરામાં તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. પીએમ મોદી 11મી મેના રોજ સાંજે વડોદરા પહોંચશે, જ્યાં સરદારધામ-૩નું લોકાર્પણ કરશે ત્યારબાદ ગદા સર્કલથી એરપોર્ટ સુધી ભવ્ય રોડ શોમાં ભાગ લેશે. ત્રણ રાજ્યોમાં ભાજપના વિજયના પગલે આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા સહિત ત્રણ આસપાસના જિલ્લાઓમાંથી હજારો કાર્યકરો ઉપસ્થિત રહેશે. ભારે ગરમીને ધ્યાનમાં રાખીને કાર્યકરોને સાંજે સાડા પાંચ વાગ્યા પછી જ રોડ શો સ્થળે આવવા સૂચના આપવામાં આવી છે. રોડ શો રૂટ પર ૧૬ સ્થળોએ અલગ અલગ થીમ આધારિત સ્વાગતની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો