VIDEO: કેરળમાં રાજકીય ભૂકંપ! CPIM અને ભાજપ વચ્ચે 'ગુપ્ત સોદો' હોવાનો વી.ડી. સતીસનનો ગંભીર આક્ષેપ
VIDEO: કેરળ વિધાનસભાના વિપક્ષના ન
VIDEO: કેરળ વિધાનસભાના વિપક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા વીડી સતીસને સીપીઆઈએમ અને ભાજપની આગેવાની હેઠળના એનડીએ વચ્ચે ગુપ્ત સોદાના આરોપને ફરી પુનરાવર્તિત કર્યો છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા વીડી સતીસને આરોપ લગાવ્યો કે ડાબેરી સરકાર ભ્રષ્ટાચારના અલગ અલગ કેસોની તપાસ અટકાવવા માટે ભાજપને ખુશ કરવાનો પ્રયાસ કરી રહી છે. આગામી 9 એપ્રિલે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ઉત્તર પરાવુર બેઠકથી ફરી ચૂંટણી લડનાર સતીસને કહ્યું કે કેન્દ્રીય એજન્સીઓ ઈડીઅને સીબીઆઈ મુખ્યમંત્રી પિનરાઈ વિજયનના પરિવાર સાથે સંકળાયેલાસોનાની દાણચોરી અને તેમની પુત્રીની કંપનીના કેસમાં નરમ વલણ અપનાવ્યો છે.
તેમણે દાવો કર્યો કે એસએનસી-લાવલીનમામલો સુપ્રીમ કોર્ટમાં 40 વખત મુલતવી રહ્યો છે કારણ કે સીબીઆઈનાવકીલ હાજર થતા નથી. ઈડીએ તપાસ શરૂ કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી. તેમણે કહ્યું કે યુડીએફની સરકાર આવશે તો ગંભીર આરોપોની તપાસ કરશે પરંતુ બદલો નહીં લે.












