મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: PM મોદીનો સિવિલ સર્વન્ટ્સને પત્ર: 1.60 કરોડ કર્મચારીઓને આપ્યું પ્રોત્સાહન, રાષ્ટ્રસેવા માટે સ્વ-સુધારણાનો મંત્ર આપ્યો

VIDEO: વડાપ્રધાન મોદીએ દેશભ

VIDEO: વડાપ્રધાન મોદીએ દેશભરના 1 કરોડ 60 લાખથી વધુ સિવિલ સર્વિસીસના કર્મચારીઓને પ્રોત્સાહન પત્રો લખ્યા છે. 21મી એપ્રિલે આ પત્રો  લખવામાં આવ્યા અને કર્મચારીઓના શિક્ષણ અને ક્ષમતા નિર્માણ પ્રત્યેના સમર્પણને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે 
 
2થી 10 એપ્રિલ દરમિયાન યોજાયેલા સાધના સપ્તાહ ૨૦૨૬  રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહના સફળ આયોજન પછી આ આઉટરીચ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો.  કર્મયોગી પ્લેટફોર્મ પર દર્શાવેલી વ્યાપક ભાગીદારીને જોતાં વડાપ્રધાનએ તમામ નોંધાયેલા કર્મયોગીઓને વ્યક્તિગત સંદેશ મોકલ્યો છે અને રાષ્ટ્રસેવામાં સ્વ-સુધારણાની પ્રક્રિયા ચાલુ રાખવા વિનંતી કરી છે. ખાસ કરીને અઠવાડિયા દરમિયાન ચાર કલાકથી વધુ સમય શિક્ષણ પૂરું કરનારા ૩૩ લાખ 40 હજાર કર્મચારીઓને અલગ પ્રશંસાપત્રો પણ મોકલવામાં આવ્યા છે.

આ પત્રો હિન્દી અંગ્રેજી  ગુજરાતી  મરાઠી  બંગાળી  તમિલ  તેલુગુ  કન્નડ  મલયાલમ  પંજાબી  આસામી અને ઓડિયા સહિત 12 ભાષાઓમાં જારી કરાયા છે. વડાપ્રધાનએ જણાવ્યું કે સતત શિક્ષણ દ્વારા વહીવટીતંત્રને વધુ સક્ષમ કાર્યક્ષમ અને નાગરિક-કેન્દ્રિત બનાવવું એ વિકસિત લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે અનિવાર્ય છે. 

આ સમાચાર શેર કરો