VIDEO / નોર્થ કેરોલિનામાં જોવા મળી રેર પિંક ડોલ્ફિન, આ જોઈને તમને પણ નહીં આવે વિશ્વાસ
તમે ડોલ્ફિન તો જોઈ જ હશે પરંતુ શું તમે ક્યારેય ગુલાબી રંગની ડોલ્ફિન જોઈ છે? તાજેતરમાં સોશિયલ મીડિયા પર

તમે ડોલ્ફિન તો જોઈ જ હશે પરંતુ શું તમે ક્યારેય ગુલાબી રંગની ડોલ્ફિન જોઈ છે? તાજેતરમાં સોશિયલ મીડિયા પર પિંક ડોલ્ફિનના વીડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે, જે લોકોને આશ્ચર્યચકિત કરી રહ્યા છે. આ વીડિયો અને ફોટો સાથે દાવો કરવામાં આવ્યો છે કે આ દુર્લભ જળચર સસ્તન પ્રાણી USAના નોર્થ કેરોલિનામાં જોવા મળ્યું હતું. આ વીડિયો જોઈને લોકોને પોતાની આંખો પર વિશ્વાસ નથી આવી રહ્યો. જો કે કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ તેને ફેક અથવા AI જનરેટેડ કહી રહ્યા છે.
સમુદ્રમાં પિંક ડોલ્ફિન દેખાવી તે અત્યંત દુર્લભ વાત છે. વર્લ્ડ વાઈલ્ડલાઈફ ફંડના નિષ્ણાતોએ આ ખાસ જીવને એમેઝોન રિવર ડોલ્ફિન તરીકે માન્યતા આપી છે. તે બોટો અથવા પિંક રિવર ડોલ્ફિન તરીકે પણ ઓળખાય છે, આ સસ્તન પ્રાણીઓ તાજા પાણીના પ્રદેશોમાં વસે છે અને મુખ્યત્વે બ્રાઝિલ, બોલિવિયા, કોલમ્બિયા, એક્વાડોર, ગયાના, પેરુ અને અન્ય કેટલાક સ્થળોએ એમેઝોન અને ઓરિનોકો નદીના તટપ્રદેશમાં જોવા મળે છે.




