મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: કુદરતનો કહેર! કશ્મીર ખીણમાં સતત વરસાદથી લેન્ડસ્લાઈડની ઘટનાઓ વધી, જનજીવન અસ્તવ્યસ્ત

જમ્મુ કશ્મીરમાં સતત વરસાદને કારણે ભૂસ્ખલનની ઘ

સોર્સ: GSTV

જમ્મુ કશ્મીરમાં સતત વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટનાઓ વધી રહી છે. બનિહાલમાં ભારે ભૂસ્ખલનને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે અનેક વાહનો અટવાયા છે.

જમ્મુ-કશ્મીરમાં છેલ્લા ઘણા દિવસોથી સતત પડી રહેલા વરસાદે ભૂસ્ખલનનો ખતરો વધારી દીધો છે. બનિહાલ વિસ્તારમાં ભારે ભૂસ્ખલન થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ44 અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યો છે. હાઈવે બંધ થવાથી અનેક વાહનો અને વાહન ચાલકો રસ્તામાં અટવાઈ પડ્યા છે. સ્થાનિક વહીવટી તંત્ર લોકોને અન્ય રસ્તાઓનો ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યું છે.બનિહાલ ઉપરાંત રાજૌરી, પુછ, કિશ્તવાડ અને અનંતનાગના કેટલાક વિસ્તારોમાં પણ ભૂસ્ખલનની ઘટનાઓના સમાચાર છે. સતત વરસાદને કારણે કશ્મીર ખીણ અને હિમાચલ પ્રદેશમાં પણ ભૂસ્ખલન અને પાણીના પૂરનો ખતરો વધી ગયો છે.

હવામાન વિભાગે આગામી બે ત્રણ દિવસ સુધી વરસાદ અને ભારે પવનની આગાહી કરી છે. વહીવટી તંત્રે લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે અને પર્વતીય વિસ્તારોમાં અનાવશ્યક મુસાફરી ટાળવા જણાવ્યું છે.ભૂસ્ખલનને કારણે કેટલાક વિસ્તારોમાં વીજળી અને સંચાર સેવાઓ પણ અસરગ્રસ્ત થઈ છે. અધિકારીઓએ કહ્યું છે કે હાઈવેને શક્ય તેટલી ઝડપે ફરીથી ખુલ્લો કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. 

આ સમાચાર શેર કરો