મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નસવાડી કોંગ્રેસમાં ગાબડું! ટિકિટ કપાતા નારાજ પૂર્વ તાલુકા પંચાયત સભ્ય અને મહિલા કાર્યકરો 'આપ'માં જોડાયા

VIDEO: સ્થાનિક સ્વરાજની

VIDEO: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વચ્ચે છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. નસવાડી જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી ફોર્મ ભર્યા બાદ છેલ્લી ઘડીએ ટિકિટ કપાઈ જતા કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ નારાજગીના પરિણામે પૂર્વ તાલુકા પંચાયત સભ્ય સહિત મોટી સંખ્યામાં મહિલા કાર્યકરોએ કોંગ્રેસનો સાથ છોડી વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કર્યો છે.

ટિકિટ કપાતા સર્જાયો આક્રોશ
નસવાડી જિલ્લા પંચાયતની બેઠક પર વર્ષોથી પક્ષ માટે સક્રિય રહેલા કાર્યકરોની અવગણના કરીને અન્યને ટિકિટ આપવામાં આવતા સંગીતાબેન ભીલ અને જેન્તીભાઈ ભીલ સહિતના પાયાના કાર્યકરોમાં નારાજગી વ્યાપી હતી. પૂર્વ તાલુકા પંચાયત સભ્યના જણાવ્યા અનુસાર, પક્ષે જે રીતે છેલ્લી ઘડીએ ટિકિટ કાપી છે તે કાર્યકરોના વર્ષોની મહેનતનું અપમાન છે.

આદિવાસી બેઠકો પર હવે 'આપ'નું જોર વધશે
આ પક્ષ પલટા સાથે જ નારાજ કાર્યકરોએ હુમલો તેજ કર્યો છે. તેમણે જાહેરાત કરી છે કે નસવાડી જિલ્લા પંચાયત હેઠળ આવતી તમામ આદિવાસી બેઠકો ઉપર હવે આમ આદમી પાર્ટીનો જોરશોરથી પ્રચાર કરવામાં આવશે. કોંગ્રેસના જ પૂર્વ સભ્યો હવે કોંગ્રેસની વિરુદ્ધમાં મેદાને ઉતરતા આગામી ચૂંટણીમાં આદિવાસી મતોનું ધ્રુવીકરણ થવાની પૂરેપૂરી શક્યતા છે.

આ સમાચાર શેર કરો