મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: મુંબઈ મેટ્રો દુર્ઘટના! BKCમાં 400 ટનની મહાકાય ક્રેન પલટી, મેટ્રો લાઇન-2Bનો ગર્ડર તૂટી પડતા મચી દોડધામ

VIDEO: મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્

VIDEO: મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં મેટ્રો લાઇન 2બીના બાંધકામ દરમિયાન વહેલી સવારે મોટો અકસ્માત બન્યો. નિર્માણાધીન થાંભલા પર ભારે પ્રિ-કાસ્ટ કોંક્રિટ બીમ એટલે કે ગર્ડર લગાવતી વખતે આખું માળખું અચાનક તૂટી પડ્યું

 મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં મેટ્રો લાઇન 2બીના બાંધકામની કામગીરી દરમિયાન 400 ટન વજનની ક્રેન બીમ ઉંચકી રહી હતી ત્યારે તેનું સંતુલન ગુમાવી બેઠી અને પલટી મારી ગઈ. બીમ પણ સરકીને નીચે પડ્યોજેના કારણે ક્રેન રસ્તા પર પટકાઈ. આ ઘટના આશરે સવારે સાડા 4 વાગ્યે એશિયન હાર્ટ હોસ્પિટલ જંક્શન પાસે બની હતીજેના સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચાવી ગયો હતો.

સદનસીબેઅકસ્માત વહેલી સવારે થયો હોવાથી કોઈ જાનહાનિ કે મોટી ઇજા થયાના અહેવાલ પ્રાપ્ત થયા નથી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ક્રેનની મિકેનિકલ ખામીને કારણે આ અકસ્માત થયો હોય તેવું લાગે છે. ઘટનાસ્થળે કાટમાળ વચ્ચે ક્રેન પલટી મારેલી અને બીમ જમીન પર પડેલી જોવા મળી.અકસ્માત પછી તરત જ MMRDA અને મેટ્રો અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા. વિસ્તારને સલામતીના કારણોસર હંગામી ધોરણે કોર્ડન કરવામાં આવ્યો. તપાસમાં ક્રેનની ક્ષમતાટેકનિકલ ખામી અને સલામતી પ્રોટોકોલના પાલનની તપાસ કરવામાં આવશે. મુંબઈમાં મેટ્રો બાંધકામ દરમિયાન વારંવાર થતા અકસ્માતોને લઈને સલામતી ધોરણો અંગે ફરી પ્રશ્નો ઉઠ્યા છે 

આ સમાચાર શેર કરો