VIDEO/ ઉજ્જૈનમાં શ્રદ્ધાનો મહાકુંભ: પંચકોશી યાત્રા ત્રીજા પડાવે બિલ્વેશ્વર મહાદેવ પહોંચી
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં અત્યંત પવિત્ર મનાતી પંચકોશી યાત્રા તેના
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં અત્યંત પવિત્ર મનાતી પંચકોશી યાત્રા તેના ત્રીજા પડાવ એટલે કે બિલ્વેશ્વર મહાદેવ ખાતે પહોંચી છે. હજારો શ્રદ્ધાળુઓ શ્રદ્ધા અને ઉમંગ સાથે આ 118 કિલોમીટર લાંબી પદયાત્રામાં સહભાગી થયા છે. કાળઝાળ ગરમી હોવા છતાં ભક્તોના ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી અને 'હર હર મહાદેવ' ના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું છે.
સામે આવેલા દ્રશ્યોમાં ભક્તો બિલ્વેશ્વર મહાદેવના દર્શન કરવા માટે લાંબી કતારોમાં ઉભેલા અને પવિત્ર જળાશયોમાં સ્નાન કરતા જોવા મળ્યા હતા.
જાહેરાત








