VIDEO: માધવપુર ઘેડનો મેળો! પશ્ચિમ અને ઉત્તર-પૂર્વના મિલનનું 'પ્રતીક', પીએમ મોદીએ પાઠવી શુભેચ્છાઓ
VIDEO: વડાપ્રધાન મોદીએ ગુજરાતના પોરબંદર જ

VIDEO: વડાપ્રધાન મોદીએ ગુજરાતના પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડમાં યોજાયેલે માધવપુર મેળા માટે શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે આ મેળાને સાંસ્કૃતિક બંધનનું પ્રતિબિંબ ગણાવ્યું હતું.
સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટમાં પીએમ મોદીએ આ મેળાને દેશની સંસ્કૃતિ અને ગુજરાત તેમજ ઉત્તરપૂર્વ વચ્ચેના કાલાતીત સાંસ્કૃતિક બંધનનું પ્રતિબિંબ ગણાવ્યું. તેમણે કહ્યું કે આ મેળો અલગ અલગ પરંપરાઓને એકસાથે લાવી એક ભારતશ્રેષ્ઠ ભારતની ભાવના વ્યક્ત કરે છે. લોકોને મેળાની મુલાકાત લેવા આહ્વાન પણ આપ્યું હતું.
ભગવાન કૃષ્ણ અને રુકમણિનાં વિવાહની દંતકથા સાથે સંકળાયેલો આ મેળો 27 માર્ચથી ચાલી રહ્યો છે અને આજે તેનો ત્રીજો દિવસ છે. લોકનૃત્યગીત-સંગીત અને હસ્તકલાના સ્ટોલ્સથી મેળો જીવંત બન્યો છે. સંસ્કૃતિ મંત્રાલય અને ગુજરાત સરકાર દ્વારા આયોજિત આ ઉત્સવ રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે.












