મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV ઓરિજિનલ

VIDEO: ANDARNI VAAT / કેથિકલ પહાડીમાં ભૂસ્ખલનથી રસ્તો બંધ!

કર્ણાટકના દરિયાકાંઠાના જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી અવિરત વરસી રહેલા ભારેથી અતિભારે વર

તસવીર: gstv

કર્ણાટકના દરિયાકાંઠાના જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી અવિરત વરસી રહેલા ભારેથી અતિભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. મંગલુરુ નજીક આવેલા થિરુવૈલુ પાસેના કેથિકલ પહાડી વિસ્તારમાં સતત વરસાદના કારણે ફરી એકવાર મોટું ભૂસ્ખલન થતાં ભારે અફરાતફરી સર્જાઈ છે. પહાડીમાંથી માટી અને મોટા ખડકો ધસીને નીચે મુખ્ય માર્ગ પર આવી પડતાં રસ્તા પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. પહાડીનો મોટો હિસ્સો રોડ પર આવી જતાં મંગલુરુને જોડતા આ મહત્વપૂર્ણ માર્ગ પર માઈલો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહનચાલકો અટવાઈ પડ્યા હતા..

રસ્તા પરથી માટી અને પથ્થરોના કાટમાળને હટાવીને માર્ગ પૂર્વવત કરવા માટે જેસીબી અને બુલડોઝરની મદદથી યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વાહનોને વૈકલ્પિક રસ્તે વાળવામાં આવ્યા છે. પ્રશાસન દ્વારા પહાડી અને ભૂસ્ખલન સંભવિત વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવાની અને ખરાબ હવામાન દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવાની ખાસ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

આ સમાચાર શેર કરો