મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: ટ્રમ્પ પરિવારમાં આંતરિક કલહ? એપસ્ટીન ફાઈલ મુદ્દે મેલાનિયા ટ્રમ્પનું મૌન તૂટ્યું, કર્યા અનેક ચોંકાવનારા ખુલાસા

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્

સોર્સ: GSTV

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની અને પ્રથમ લેડી મેલાનિયા ટ્રમ્પે અપસ્ટીન ફાઇલ વિશે ખુલાસો કર્યો છે. મેલાનિયાએ દાવો કર્યો છે જેફ્રી અપસ્ટીન સાથે મારે કોઇ સબંધ ન હતા. એપસ્ટીને મારી મુલાકાત ટ્રમ્પ સાથે કરાવી ન હતી. તેણીએ માગ કરી હતી કે એપસ્ટીન ફાઇલમાં ભોગ બનેલી મહિલાને ન્યાય મળે.

ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની અને અમેરિકાના ફસ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પે એપસ્ટીન ફાઇલ મુદ્દે મૌન તોડ્યું છે. ટ્રમ્પ અને મેલાનિયા એપસ્ટીનના દોવા હોવાના ગંભીર આરોપ બાદ તેણીએ ખુલાસો કર્યો હતો કે જેફ્રી અપસ્ટીન સાથે મારે કોઇ સબંધ ન હતો. મારું નામ જેફ્રી એપસ્ટીન સાથે જોડવામાં આવે છે તેમા કોઇ તથ્ય નથી. આ પ્રકારના આરોપો હવે બંધ થવા જોઇએ. તેણીએ દાવો કર્યો હતો કે હું એપસ્ટીનને માત્ર એક જ વાર મળી હતી. ત્યાર બાદ મારે તેની સાથે કોઇ મુલાકાત નથી થઇ. મેલાનિયા ટ્રમ્પે દાવો પણ કર્યો હતો કે એપસ્ટીનની સહાયક મેક્સવેલ સાથે તેણીને કોઇ ઘરોબો ન હતો. તેણી અને મેક્સવેલ વચ્ચે થયેલો ઇમેલ એક ઓપચારીક હતો. તેમા અન્ય કોઇ વાત નથી. મેલાનિયાએ પોતાના સ્ટેટમેન્ટમાં એ પણ દાવો કર્યો હતો કે મારી અને મારા પતિ વચ્ચેની મુલાકાત એપસ્ટીને કરાવી ન હતી.

હું મારા પતિને અન્ય પાર્ટીમાં મળી હતી. જેને એપસ્ટીન સાથે કોઇ લેવા દેવા નથી. પોતાના સ્ટેટમેન્ટમાં મેલાનિયાએ માંગ કરી હતી કે એપસ્ટીન ફાઇલ્સનો ભોગ બની છે તે મહિલાને અમેરિકન કોંગ્રેસ સાંભળે જેથી તેઓનું દર્દ બહાર આવે. મેલાનિયાના આ ખુલાસા બાદ ભુલાયેલું એપસ્ટીન ભૂત ફરી ધૂણ્યું છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્મ્પ પર એપસ્ટીનના દોસ્ત હોવાના આરોપ લાગ્યા છે. મેલાનિયાની મુલાકાત એપસ્ટીને જ ટ્મ્પ સાથે કરાવી હતી તે આરોપ પણ લાગ્યો છે. મેલાનિયાએ અચાનક આ પ્રકારનું સ્ટેટમેન્ટ કેમ આપ્યું તેની પર લોકો અનેક પ્રકારની શંકા કરે છે. કેટલાક લોકો માને છે કે ટ્રમ્પ અને મેલાનિયાનું લગ્ન જિવન સારી રીતે ચાલતું નથી. બન્ને વચ્ચે તિરાડ પડી છે. આ કારણે તેણીએ ખુલાસા કર્યા હોવા જોઇએ. નેટીઝમ કહી રહ્યા છે કે ઇરાન યુદ્ધ પુરું થાય તે પહેલા જ ટ્રમ્પના ઘરમાં યુદ્ધ શરુ થઇ ગયું છે.

આ સમાચાર શેર કરો