VIDEO: પૂંચના મેંઢરમાં ભારતીય સેનાની ગર્જના: ડિફેન્સ પોર્ટર્સની ભરતી માટે ઉમટ્યું યુવાધન, દેશસેવા માટે થનગનાટ!
VIDEO: જમ્મુ-કાશ્મીરના પૂંચ જિલ્લાના મે

VIDEO: જમ્મુ-કાશ્મીરના પૂંચ જિલ્લાના મેંઢર નગરમાં ભારતીય સેના દ્વારા ડિફેન્સ પોર્ટર્સની ભરતી માટે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.. આ ભરતી મેળો સરહદી વિસ્તારોમાં સેનાને લોજિસ્ટિક્સ અને અન્ય સહાય પૂરી પાડવા માટે યોજાયો હતો, જેમાં પૂંચ અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સ્થાનિક યુવાનો ઉત્સાહભેર જોડાયા હતા.. યુવાનોએ શારીરિક કસોટીઓ પાસ કરી દેશસેવા અને રોજગારી મેળવવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
આ ભરતી રેલીથી સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો ઉભી થઈ છે, જે સરહદી વિસ્તારોના આર્થિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે.. સેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે પોર્ટર્સ દુર્ગમ પહાડી વિસ્તારોમાં સૈન્ય કામગીરીમાં કરોડરજ્જુ સમાન સાબિત થાય છે




