VIDEO: જૂન મહિનામાં ભારતનો રશિયન કાચા તેલની આયાત રેકોર્ડ સ્તરે
અમેરિકા અને ઈરાન વચ્ચે વધેલા તણાવને કારણે વૈશ્વિક સ્તરે તેલ અને ગેસ પુરવઠાને લઈને ચિંતા વધી છ

અમેરિકા અને ઈરાન વચ્ચે વધેલા તણાવને કારણે વૈશ્વિક સ્તરે તેલ અને ગેસ પુરવઠાને લઈને ચિંતા વધી છે. હોર્મુઝ જળમાર્ગ પરના સંકટ વચ્ચે અનેક દેશો ઊર્જા સુરક્ષાને લઈને સતર્ક બન્યા છે. આ દરમિયાન ભારતે પોતાના 'પ્લાન-બી' હેઠળ તેલ આયાતમાં વિવિધતા લાવવાની વ્યૂહરચનાનો લાભ મેળવ્યો છે. જૂન મહિનામાં ભારતનો રશિયન કાચા તેલનો આયાત રેકોર્ડ સ્તરે પહોંચ્યો છે. મે મહિનાની સરખામણીએ જૂનમાં રશિયન તેલની આયાતમાં અંદાજે 34 ટકાનો વધારો નોંધાયો છે. મધ્ય પૂર્વમાં તણાવ હોવા છતાં ભારતે ઊર્જા પુરવઠો જાળવી રાખવા માટે રશિયન તેલની ખરીદી સતત ચાલુ રાખી છે.




