VIDEO/ વૈશ્વિક ઉર્જા સંકટની અસર: હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ પર આર્થિક બોજ વધશે
વૈશ્વિક ઉર્જા સંકટ અને પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે, 1
વૈશ્વિક ઉર્જા સંકટ અને પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે, 1 મે 2026 થી કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં રૂપિયા 993નો જંગી વધારો કરવામાં આવ્યો છે. લખનઉમાં હવે 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત વધીને અંદાજે રૂ.3,194 થઈ ગઈ છે.
પિકાડિલી હોલિડે રિસોર્ટ્સના ફાઇનાન્શિયલ કંટ્રોલર જિતેન્દ્ર કુમાર સિંહે આ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, ગેસના ભાવમાં આટલા મોટા વધારાથી હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ પર આર્થિક બોજ વધશે. આ વધારાને કારણે હવે બહાર જમવું મોંઘું થઈ શકે છે, કારણ કે સંચાલકો આ ખર્ચનો બોજ ગ્રાહકો પર નાખવા મજબૂર બનશે. જોકે, ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ હાલ સ્થિર રાખવામાં આવ્યા છે.




