VIDEO/ શ્રીનગરના ડાલ લેક પર સવારથી જ પ્રવાસીઓની ભારે ભીડ

ધરતી પરનું સ્વર્ગ ગણાતા કાશ્મીરના શ્રીનગરમાં આજે વહેલી સવારથી પ્રખ્યાત ડાલ લેક ખાતે પ્રવ

ધરતી પરનું સ્વર્ગ ગણાતા કાશ્મીરના શ્રીનગરમાં આજે વહેલી સવારથી પ્રખ્યાત ડાલ લેક ખાતે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને સવારના આહલાદક હવામાનનો લહાવો લઈ રહ્યા છે. શિખારામાં સવાર પ્રવાસીઓ ડાલ લેકના શાંત પાણીમાં સવારીનો આનંદ માણી રહ્યા છે. આસપાસના પહાડો અને હવામાં રહેલી હળવી ઠંડક પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી રહી છે. પ્રવાસીઓ અહીંની કુદરતી સુંદરતાને પોતાના કેમેરામાં કેદ કરતા અને સ્થાનિક કાશ્મીરી સંસ્કૃતિનો અનુભવ કરતા જોવા મળ્યા હતા.હવામાન સાનુકૂળ હોવાને કારણે આગામી દિવસોમાં પ્રવાસીઓની સંખ્યામાં હજુ પણ વધારો થવાની શક્યતા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત