VIDEO: ઈરાન-અમેરિકા લડાઈમાં હુથીની એન્ટ્રી, બાબ-અલ-મંદેબ જળમાર્ગ બંધ થાય તો દુનિયામાં આવશે અન્ન સંકટ
VIDEO: ઈરાન અને અમેરિકા યુદ્ધમાં હુથી બળ

VIDEO: ઈરાન અને અમેરિકા યુદ્ધમાં હુથી બળવાખોરો કુદી પડે તેવી સંભાવના છે. હુથી બળવાખોરો અને ઇરાને સંયુક્ત ચેતવણી આપી છે કે જો અમેરિકા ઈરાનમાં જમીની હુમલો કરશે તો યમનના લાલ સમુદ્રમાં આવેલી બાબ અલ-મંદેબનો જળ માર્ગ બંધ કરી દેવામાં આવશે
અમેરિકા અને ઈરાન લડાઈ વચ્ચે નવું ટેન્શન પેદા થાય તેવા સમાચાર મળી રહ્યા છે. આંતરાષ્ટ્રિય ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ દાવો કરવામાં આવ્યો છે કે જો અમેરિકા ઇરાનમાં હોર્મુઝ ખાડી પર હુમલો કરશે, અથવા ઇરાનમાં જમીની સૈન્ય કાર્યવાહી કરશે તો ઇરાનને સમર્થન આપી રહેલા યમનના હુથી બળવાખોરો લાલ સમુદ્રમાં આવેલા બાબ-અલ-મંદેબ જળમાર્ગને બંધ કરી દેશે. બાબ અલ-મંદેબ જળમાર્ગ યુરોપ અને એશિયાને જોડતો મહત્વનો વેપારી માર્ગ છે.ઈરાની સેનાના સૂત્રો કહે છે કે, બાબ અલ-મંદેબ વિશ્વનાવ્યૂહાત્મક સમુદ્રી માર્ગમાંનો એક છે અને ઈરાન તેને બંધ કરવાની ક્ષમતા ધરાવે છે. યમનના હૂથી નેતાએ જણાવ્યું કેતેઓ ઈરાનના સમર્થનમાં લાલ સમુદ્રના આ માર્ગને નિશાન બનાવવા માટે સંપૂર્ણ સૈન્ય કાર્યવાહી માટે તૈયારીમાં છે. આ માર્ગમાં અગાઉ હૂથીઓએ 100થી વધુ વેપારી જહાજો પર હુમલા કર્યા છે.બે જહાજો ડુબાડ્યા છે જેમા ચાર નાવિકોના મોત પણ થયા છે.બાબ અલ મંદેબ સમુદ્ર માર્ગ યમન અને ઇજિપ્ત વચ્ચે આવ્યો છે.
આ માર્ગ યુરોપ અને અશિયાના દેશો માટે મહત્વનો છે. સુએજ કેનાલ આ માર્ગ પર આવેલી છે. યુરોપ-એશિયા અને પૂર્વ આફ્રિકાના દેશ માટે બાબ અલ મંદેબ સમુદ્રધુની મુખ્ય માર્ગ છે. વિશ્વના તેલની 30 ટકાથી વધારે નિકાસ આ માર્ગે થાય છે. જો લાલ સમુદ્રનો રસ્તો બંધ થશે તો વિશ્વમાં ફરીવાર તેલ અને અન્ન સંકટ ઉભું થશે. તેલના ભાવ આસમાને પહોંચશે અને વૈશ્વિક અર્થતંત્રને મોટો ફટકો પડશે.આ પરિસ્થિતિમાં વિશ્વ એક નવા મોટા સંઘર્ષની કિનારે ઊભું છે.












