મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

VIDEO/ ઐતિહાસિક કડાકો: ડોલર સામે રૂપિયો ૧૩ પૈસા ઘટીને ૯૪.૮૧ ના સ્તરે પહોંચ્યો

વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને ભૌગોલિક રાજકીય તણાવની સીધી અસર ભારતીય ચલણ પર જો

વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને ભૌગોલિક રાજકીય તણાવની સીધી અસર ભારતીય ચલણ પર જોવા મળી છે. બુધવારના રોજ શરૂઆતી કારોબારમાં અમેરિકન ડોલર સામે રૂપિયો 13 પૈસા ઘટીને 94.81 ના સ્તરે પહોંચ્યો હતો. ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો 94.79 પર ખૂલ્યો હતો, જે અગાઉના 94.68ના બંધ ભાવ કરતા નબળો રહ્યો હતો. રૂપિયાના આ ઘટાડા પાછળ મુખ્યત્વે ક્રૂડ ઓઈલની ઊંચી કિંમતો, મહિનાના અંતે ડોલરની વધતી માંગ અને અનિશ્ચિતતાના માહોલમાં રોકાણકારો દ્વારા સુરક્ષિત રોકાણ તરીકે ડોલરની પસંદગી જવાબદાર છે. ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો ભારત જેવા આયાતકાર દેશ માટે વિદેશી મુદ્રા ભંડાર પર દબાણ લાવે છે, જેના કારણે સ્થાનિક ચલણમાં નબળાઈ જોવા મળી છે.

આ સમાચાર શેર કરો