મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: દિલ્હી એરપોર્ટ પર ફ્લાઇટનું દિલધડક 'ઈમરજન્સી લેન્ડિંગ': મધરાતે ઈન્ડિગો વિમાનનું એન્જિન ફેઈલ, 160 મુસાફરોનો આબાદ બચાવ

VIDEO: વિશાખાપ

VIDEO: વિશાખાપટ્ટનમથી દિલ્હી આવતી ઈન્ડિગો એરલાઇન્સની ફ્લાઈટનું એન્જિન ફેઈલ થતાં ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. આ ફ્લાઈટમાં 160 પ્રવાસીઓ સવાર હતા.

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમથી દિલ્હી આવતી બોઈંગ 737 વિમાનમાં 160 પ્રવાસીઓ સવાર હતા. એન્જિનમાં ખામીની જાણ થતાં જ એરપોર્ટ પર 11 વાગ્યે તમામ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે વિમાનનું સલામતી સાથે લેન્ડિંગ કરાવવામાં આવ્યું.પાઈલટે લેન્ડિંગ પહેલાં એક એન્જિન કામ કરતું ન હોવાની જાણ કરી હતી.

રન-વેને ખાલી કરાવી ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમ તૈયાર રાખવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી.ઈન્ડિગો એરલાઈન્સે નિવેદનમાં જણાવ્યું કે ટેકનિકલ ખામીના કારણે પાઈલટે પ્રાયોરિટી લેન્ડિંગ માટે વિનંતી કરી હતી. 

આ સમાચાર શેર કરો