VIDEO: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સામાન્ય નાગરિકની માફક મેટ્રોમાં મુસાફરી કરીને લોકો સાથે મુલાકાત
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સામાન્ય નાગરિકની માફક મેટ્રો
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સામાન્ય નાગરિકની માફક મેટ્રોમાં મુસાફરી કરીને લોકો સાથે મુલાકાત કરી છે. તેમણે સચિવાલય મેટ્રો સ્ટેશનથી રાણીપ સુધી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી હતી. રાજ્યપાલએ લાઈનમાં ઊભા રહીને જાતે ટિકિટ ખરીદી અને અન્ય મુસાફરો સાથે બેઠા. મુસાફરી દરમિયાન તેમણે મુસાફરો સાથે સહજ વાતચીત કરી તેમના અનુભવો જાણ્યા. મુસાફરોએ ઉત્સાહ સાથે તેમની સાથે ફોટો પણ પાડ્યા.ગાંધી આશ્રમ પુનરુદ્ધાર યોજનાની સમીક્ષા માટે આ મુસાફરી કરવામાં આવી હતી. રાજ્યપાલની આ સાદગી જનતાના રાજ્યપાલ તરીકે તેમની છાપને વધુ મજબૂત કરે છે


