VIDEO: સંસદમાં 'વિદેશી નિયમન સુધારા બિલ 2026' પર જંગ, વિપક્ષનો મકર દ્વાર પાસે ભારે વિરોધ
VIDEO: સંસદના મકર દ્વાર પા

VIDEO: સંસદના મકર દ્વાર પાસે વિપક્ષી સાંસદસભ્યોએ વિદેશી નિયમન સુધારા બિલ2026 વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું અને તેને તાત્કાલિક પાછું ખેંચવાની માંગણી કરી. આ બિલ લોકસભામાં વિચારણા અને પસાર કરવા માટે સૂચિબદ્ધ છે
કોંગ્રેસના સાંસદ હિબી એડને બિલને કઠોર કાયદો ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે આ કાયદો માત્ર લઘુમતીઓને જ નહીં, પરંતુ દેશમાં કાર્યરત અનેક એનજીઓના હિતોને અવરોધશે. અમે તેની સખત નિંદા કરીએ છીએ અને તેને પાછું ખેંચવાની માંગ કરીએ છીએ. કોંગ્રેસના સાંસદ ધર્મવીર ગાંધીએ જણાવ્યું કેઅમે આ બિલના વિરોધમાં છીએ. તે નિષ્પક્ષ હોવું જોઈએ અને સમાજના તમામ વર્ગોને લાભ આપે. આ બિલ વિદેશી યોગદાન નિયમન અધિનિયમ 2010માં સુધારો કરે છે.
તેનો મુખ્ય હેતુ વિદેશી યોગદાનની પારદર્શિતા અને જવાબદારી વધારવાનો છે. બિલમાં એનજીઓના લાઇસન્સ રદ થયા બાદ તેમની સંપત્તિ વ્યવસ્થાપન માટે ડિઝાઈનેટેડ અથોરિટીની જોગવાઈ પણ સામેલ છે.
સરકારનું કહેવું છે કે આ સુધારાથી વિદેશી ભંડોળના દુરુપયોગને રોકવામાં મદદ મળશે. વિપક્ષ તેને લઘુમતી અને એનજીઓ વિરુદ્ધનું પગલું ગણે છે. ગૃહની કાર્યવાહી સવારે 11 વાગ્યે શરૂ થઈ, જેમાં પ્રશ્નોત્તર કલાક પછી વિવિધ મંત્રીઓ કાગળો રજૂ કરશે.એવિએશન ટર્બાઇન ફ્યુઅલ પર વધારાની એક્સાઇઝ ડ્યુટીનો વૈધાનિક ઠરાવ પણ રજૂ થશે.












