મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: મહારાષ્ટ્રમાં આભ ફાટવાની આશંકા! 24 એપ્રિલ સુધી કરા અને તોફાની પવન સાથે વરસાદની ચેતવણી

VIDEO: હવામાન વિભાગે મધ્ય મહારાષ્ટ્ર વિ

 VIDEO: હવામાન વિભાગે મધ્ય મહારાષ્ટ્ર  વિદર્ભ  મરાઠવાડા અને કોંકણ જિલ્લાના નાગરિકોને વરસાદી ઝાંપટાની સ્થિતિના કારણે સતર્ક રહેવા અપીલ કરી છે. 20થી 24 એપ્રિલ દરમિયાન આ વિસ્તારોમાં તોફાની પવન વીજળીના કડાકા  કરા અને વરસાદ પડવાની સંભાવના છે.

 હવામાન વિભાગે 20થી 24 એપ્રિલ દરમિયાન ગાજવીજ અને પવન સાથે વરસાદની સંભાવનાને પગલે લોકોને સાવચેતી રાખવાની અપિલ કરી છે. હવામાન વિભાગે લોકોને વીજળીનો અવાજ સંભળાય કે ચમકારા દેખાય તે જ ક્ષણે ઘરમાં કે સલામત સ્થળે આશ્રય લેવાની સલાહ આપી છે. ઝાડ નીચે  ખુલ્લા ખેતરમાં  પાણીની નજીક કે લોખંડની વસ્તુઓ પાસે ઊભા રહેવાનું સંપૂર્ણ ટાળવું જોઈએ.  

ખુલ્લી જગ્યાએ મોબાઇલ અથવા ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ ન કરવો. ગ્રામ પંચાયત  પોલીસ અને આરોગ્ય વિભાગોને તાત્કાલિક જાગૃતિ અભિયાન ચલાવવા સૂચના આપવામાં આવી છે. ખેડૂતોને વીજળીના સમયગાળા દરમિયાન ખેતરમાં કામ કરવાનું ટાળવાનું કહેવામાં આવ્યું છે. બાંધકામ સ્થળોએ કામ અસ્થાયી રૂપે બંધ રાખવું જોઈએ. યાત્રાઓ ધાર્મિક કાર્યક્રમો અને મોટા મેળાવડા સ્થગિત કરવાની હાકલ કરવામાં આવી છે. નાગરિકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે .

આ સમાચાર શેર કરો