VIDEO: બિહારમાં 'નીતિશ યુગ'નો અંત! 14 એપ્રિલે મુખ્યમંત્રી પદેથી આપશે રાજીનામું, જાણો હવે કોણ સંભાળશે રાજ્યની કમાન?
બિહારના રાજકારણમાં
બિહારના રાજકારણમાં એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા પછી નીતિશ કુમાર મુખ્યમંત્રી પદ છોડી દેશે.આ માટેની અંતિમ તારીખ પણ નક્કી થઈ ગઈ છે. બીજી તરફ ભાજપે બિહારમાં પોતાના પહેલા મુખ્યમંત્રી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
બિહારના મુખ્યમંત્રી પદેથી નીતિશ કુમારના રાજીનામાની તારીખ નક્કી થઈ ગઈ છે. રાજ્યસભા સાંસદ તરીકે શપથ લીધા બાદ નીતિશ કુમાર 14 એપ્રિલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપશે. 14 એપ્રિલે પટનામાં NDA વિધાનસભા પક્ષની બેઠક બોલાવવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે આ બેઠકમાં નીતિશ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી શકે છે.રાજ્યના રાજકીય ઇતિહાસમાં પહેલીવાર, ભાજપ પોતાના મુખ્યમંત્રીની નિમણૂક કરવા માટે તૈયાર છે.જેના માટે બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી રેસમાં સૌથી આગળ છે.
નીતિશ કુમાર પણ અગાઉ સમ્રાટ ચૌધરીના મુખ્યમંત્રી બનાવાને લઈ સંકેત આપી ચૂક્યા છે. નીતિશ કુમારે લગભગ બે દાયકા સુધી મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી.અને હવેરાજ્યસભામાં ચૂંટાયા પછીતેમણે પદ છોડવાની તૈયારી કરી છે. નીતિશ કુમારના જમણા હાથ ગણાતા જેડીયુનેતા વિજય કુમાર ચૌધરીએ પહેલી વાર પાર્ટી વતી સત્તાવાર રીતે જણાવ્યું છે કે આગળ જતાં ભાજપ બિહારમાં સરકારનું નેતૃત્વ કરશે.જેથી ભાજપે બિહારમાં પોતાના પ્રથમ મુખ્યમંત્રી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.












