VIDEO/ પટનામાં પોલીસ અને ગુનેગારો વચ્ચે એન્કાઉન્ટર: સિપારા ફાર્મ પાસે સર્જાયો તણાવ
બિહારની રાજધાની પટનાના બેઉર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સિપારા એગ્
બિહારની રાજધાની પટનાના બેઉર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સિપારા એગ્રીકલ્ચર ફાર્મ પાસે પોલીસ અને ગુનેગારો વચ્ચે ભીષણ અથડામણની ઘટના સામે આવી છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, ગુપ્ત માહિતીના આધારે જ્યારે પોલીસે ગુનેગારોને પકડવા માટે આ વિસ્તારમાં ઘેરાબંધી કરી, ત્યારે પોલીસને જોઈને ગુનેગારોએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. વળતા જવાબમાં પોલીસે પણ એન્કાઉન્ટર કરતા આત્મરક્ષણ માટે ગોળીઓ ચલાવી હતી. આ ઓપરેશન દરમિયાન વિસ્તારમાં ભારે તણાવ અને નાસભાગનો માહોલ સર્જાયો હતો. પોલીસ હાલ આ મામલે સઘન તપાસ કરી રહી છે અને ગુનેગારોના ગુનાહિત ઈતિહાસ તથા તેમના અન્ય સાથીદારો વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
જાહેરાત







