VIDEO: VIDEO:ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા કથિત જમીન કૌભાંડ મુદ્દે વિવાદમાં ઘેરાયા
સાબરકાંઠાના ઈડરના ભાજપ ધારાસભ્ય રમણલાલ વોરા ગેરકાયદેસર રીતે ખેડૂત ખાતેદાર બની

સાબરકાંઠાના ઈડરના ભાજપ ધારાસભ્ય રમણલાલ વોરા ગેરકાયદેસર રીતે ખેડૂત ખાતેદાર બની જમીન કૌભાંડ આચરવાના આરોપમાં વિવાદમાં ઘેરાયા છે. કોંગ્રેસે વોરા વિરુદ્ધ તાત્કાલિક એફઆઈઆર નોંધવાની માંગ કરી છે. કોંગ્રેસ નેતાઓએ આક્ષેપ કર્યો કે વોરા ખેડૂત ન હોવા છતાં ઈડર, દાવડ અને ગાંધીનગરમાં જમીન ખરીદી છે. મામલતદારના 22 વર્ષ પછીના ચુકાદાને આધારે કોંગ્રેસે પ્રશ્ન ઉઠાવ્યો કે સામાન્ય નાગરિક વિરુદ્ધ તરત કાર્યવાહી થાય છે તો ધારાસભ્ય સામે કેમ નહીં... નેતાઓ અનિલ પંડ્યા, નંદુભાઈ પટેલ અને મુકેશ પરમારે વોરા વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહીની માંગ કરી છે.




