VIDEO: સામાન્ય જનતાને મોંઘવારીનો ડબલ ડોઝ: જરૂરી દવાઓની યાદીમાં ભાવવધારો, NPPA એ જાહેર કર્યું મેમોરેન્ડમ
VIDEO: આવશ્યક દવાઓના વપરાશ

VIDEO: આવશ્યક દવાઓના વપરાશકારો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. 1એપ્રિલ 2026થી 767 આવશ્યક દવાઓના ભાવમાં વધારો થવાનો છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીએ આ અંગેની જાહેરાત કરી છે
NPPAએ જણાવ્યું છે કે જથ્થાબંધ ભાવ સૂચકાંકના આધારે આ દવાઓની મહત્તમ છૂટક કિંમતમાં પોઈન્ટ 64 ટકા સુધીનો વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. 25મી માર્ચે જારી કરાયેલા ઓફિસ મેમોરેન્ડમમાં કહેવામાં આવ્યું છે કે કેલેન્ડર વર્ષ 2025 દરમિયાન જથ્થાબંધ ભાવ સૂચકાંકમાં વાર્ષિક ફેરફાર પોઈન્ટ 64 ટકા નોંધાયો છે.મેમોરેન્ડમ અનુસાર, ઉત્પાદકોને ડ્રગ્સ ઓર્ડર, 2013ની જોગવાઈઓ હેઠળ પૂર્વ મંજૂરી વગર જ WPIના આધારે દવાઓના MRPમાં વધારો કરવાની છૂટ છે. આ વધારો માત્ર શિડ્યુલ્ડ ફોર્મ્યુલેશન્સ સુનિશ્ચિત દવાઓ પર લાગુ પડશે.રાષ્ટ્રીય આવશ્યક દવાઓની સૂચિમાં આશરે 900 દવા ફોર્મ્યુલેશન્સનો સમાવેશ થાય છે. આમાં પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સ, એન્ટિ-ઇન્ફેક્ટિવ દવાઓ સહિત અનેક મહત્વની દવાઓનો સમાવેશ છે.
આ વધારાથી સામાન્ય માણસને મોંઘવારીનો વધુ એક ફટકો પડશે.NPPAએ સ્પષ્ટ કર્યું છે કે આ નવી કિંમતોમાં GSTનો સમાવેશ થતો નથી. ઉત્પાદકો, જથ્થાબંધ વેપારીઓ અને છૂટક વેપારીઓ માટે નક્કી કરેલી ટોચમર્યાદા કિંમતથી વધારે ભાવે દવાઓ વેચવી ગેરકાયદેસર ગણાશે.આ વધારો એવા સમયે થઈ રહ્યો છે જ્યારે સામાન્ય નાગરિકો પહેલેથી જ મોંઘવારીના બોજ તળે છે. આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલી આ દવાઓના ભાવ વધારાથી ખાસ કરીને મધ્યમ અને નિમ્ન વર્ગના પરિવારો પર વધુ અસર પડવાની શક્યતા છે.












