VIDEO: દિલ્હીવાસીઓ સાવધાન! હવે પાલતુ કૂતરાને ખુલ્લામાં ફેરવવા પડશે મોંઘા, 1000 રૂપિયા સુધીના દંડનો પ્રસ્તાવ
VIDEO: દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ

VIDEO: દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1957માં સુધારા કરતા જાહેર ટ્રસ્ટ જોગવાઈઓ સુધારા બિલ 2026 લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે.આ બિલ હેઠળ પાલતુ કૂતરાને પટ્ટા વગર રસ્તા પર ફરવા દેવા બદલનો દંડ 50 રૂપિયામાંથી વધારીને 1 હજાર રૂપિયાનો કરવાનો પ્રસ્તાવ છે.
વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી જિતિન પ્રસાદ દ્વારા રજૂ કરાયેલા આ બિલમાં અન્ય મહત્વના સુધારાઓ પણ સામેલ છે. રસ્તા પર ઢોર બાંધવા બદલ દંડ 100 રૂપિયાથી વધારીને 1000 રૂપિયા કરવાનો પ્રસ્તાવ છે.ઘરનો નંબર ભૂંસી નાખવા અથવા નાશ કરવા બદલ 1 હજાર રૂપિયાનો દંડ થશે.
જોમખી ફટાકડા ફોડવા બદલ 500 રૂપિયાનો અને મ્યુનિસિપલ અધિકારીને પરિસરમાં પ્રવેશતા અટકાવવા બદલ 500 રૂપિયાનો દંડ થશે. બિલમાં મ્યુનિસિપલ સફાઈ કર્મચારીની બિનજાહેર ગેરહાજરીને ગુનાહિત શ્રેણીમાંથી દૂર કરીને માત્ર 500 રૂપિયાના દંડમાં બદલવાનો પણ પ્રસ્તાવ છે.












