VIDEO: દિલ્હી હાઈકોર્ટનું કડક વલણ! પૂરતા પુરાવા વગર SIT ન રચાય, Bitbns મામલે FIR નોંધાવવા અરજદારને છૂટ
દિલ્હી હાઈકોર્ટે ક્
દિલ્હી હાઈકોર્ટે ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ બીટબીએનએસના વપરાશકર્તાઓને અસર કરતી કથિત નાણાકીય કટોકટી અંગેની અરજીનો નિકાલ કરી દીધો છે.સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેટિવ ટીમની રચના માટે પૂરતી સામગ્રી રેકોર્ડ પર મૂકવામાં આવી નથી
દિલ્હી હાઈકોર્ટે તેના આદેશમાં જણાવ્યું કે સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેટિવ ટીમની રચના માટે પૂરતી સામગ્રી રેકોર્ડ પર મૂકવામાં આવી નથી. કોઈ અપવાદરૂપ સ્થિતિ દર્શાવતી સામગ્રીનો પણ અભાવે છે. અરજદારના કહેવા પર કોઈ FIR દાખલ કરવામાં આવી નથી. કોર્ટે વધુમાં જણાવ્યું કે અરજદાર FIRનોંધાવવાનો આશરો લઈ શકે છે અથવા કાયદા મુજબ સંબંધિત મેજિસ્ટ્રેટનો સંપર્ક કરી શકે છે.
ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ ખાનગી સંસ્થા છે. અરજીમાં સેબી કેન્દ્ર સરકારનાણા મંત્રાલય RBI અને ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયને ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ અને વ્યવહારોની દેખરેખ માટે નિયમનકારી માળખું સ્થાપિત કરવા આદેશ આપવાની માંગ કરવામાં આવી હતી. આ સાથે જCBI ગુનોનોંધીને કથિત છેતરપિંડીની તપાસ માટે SITની રચના કરે તેવી વિનંતી કરવામાં આવી હતી.ન્યાયાધીશ પુરુષેન્દ્ર કુમાર કૌરવે અરજી ફગાવી દીધી છે.












