મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: LPG સિલિન્ડરના કાળાબજાર પર દિલ્હી હાઈકોર્ટનો મોટો નિર્ણય! કિંમતો પર અંકુશ અને પુરવઠો જાળવવો એ સરકારનું કામ, કોર્ટે અરજી ફગાવી

VIDEO: દિલ્હીમાં એલપીજી સિલિન્ડરોના કાળાબજાર અંગેની જાહેરહિતની અરજીને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે 5 હજાર રૂપિયા સુધીના ભાવે સિલિન્ડરનો કાળાબજાર ચાલી રહ્યો છે. એલપીજી સિલિન્ડરની વાસ્તવિક કિંમત આશરે 1 હજાર રૂપિયા હોવા છતાં અછતને કારણે તે ગેરકાયદેસર રીતે ઘણા વધુ ભાવે વેચાઈ છે. દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે એલપીજી સિલિન્ડરની વાસ્તવિક કિંમત આશરે 1 હજાર રૂપિયા હોવા છતાં અછતને કારણે તે ગેરકાયદેસર રીતે ઘણા વધુ ભાવે વેચાઈ રહ્યા છે. અરજદારે એ પણ આરોપ લગાવ્યો હતો કે સ્થાનિક પુરવઠો ખોરવાઈ ગયો હોવા છતાં સરકાર ગેસની નિકાસને મંજૂર

VIDEO: દિલ્હીમાં એલપીજી સિલિન્ડરોના કાળાબજાર અંગેની જાહેરહિતની અરજીને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે 5 હજાર રૂપિયા સુધીના ભાવે સિલિન્ડરનો કાળાબજાર ચાલી રહ્યો છે. એલપીજી સિલિન્ડરની વાસ્તવિક કિંમત આશરે 1 હજાર રૂપિયા હોવા છતાં અછતને કારણે તે ગેરકાયદેસર રીતે ઘણા વધુ ભાવે વેચાઈ છે.

 દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે એલપીજી સિલિન્ડરની વાસ્તવિક કિંમત આશરે 1 હજાર રૂપિયા હોવા છતાં અછતને કારણે તે ગેરકાયદેસર રીતે ઘણા વધુ ભાવે વેચાઈ રહ્યા છે. અરજદારે એ પણ આરોપ લગાવ્યો હતો કે સ્થાનિક પુરવઠો ખોરવાઈ ગયો હોવા છતાં સરકાર ગેસની નિકાસને મંજૂરી આપી રહી છે.

મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને ન્યાયાધીશ તેજસ કારિયાની બેન્ચે અરજી પર વિચાર કરવાનો ઈન્કાર કરતાં કહ્યું કે પુરવઠો નિયંત્રણ  કાળાબજાર અટકાવવા અને સંસાધનોનું સંચાલન કાર્યપાલિકાની જવાબદારી છે,  ન્યાયતંત્રની નહીં. કોર્ટે નોંધ્યું કે સરકાર સ્થિતિને સંભાળવા માટે પગલાં લઈ રહી છે અને કેન્ટીનમાં ગેસ અછતનો મુદ્દો પણ હલ થઈ ગયો છે.

આ સમાચાર શેર કરો