મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: ચૂંટણીમાં કોંગ્રેસનો મોટો દાવ: 284 ઉમેદવારોની યાદી જાહેર, અધીર રંજન ચૌધરી બહેરામપુરથી મેદાને

VIDEO: પશ્ચિમ બંગાળ વિ

VIDEO: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે 284 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરવામાં આવી છે. પાર્ટી 294 બેઠકો પર અલગ લડવાની જાહેરાત કરી છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરી બહેરામપુર બેઠકથી ચૂંટણી લડશે.

 પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવારોની યાદી જાહેર કરી છે.બહેરામપુરથી અધીર રંજન ચૌધરી, ભવાનીપુરથી પ્રદીપ પ્રસાદ અને તાજેતરમાં કોંગ્રેસમાં જોડાયેલા મૌસમ નૂરને માલતીપુરથી ટિકિટ આપવામાં આવી છે. વધુમાં દાર્જિલિંગથી માધપ રાય, સુજાપુરથી અબ્દુલ હન્નાન, દમદમથી સુસ્મિતા બિશ્વાસ, ડાયમંડ હાર્બરથી ગૌતમ ભટ્ટાચાર્ય, આસનસોલ દક્ષિણથી સૌવિક મુખર્જી અને આસનસોલ ઉત્તરથી પ્રસેનજીત પુઈતાન્ડીને ઉમેદવાર બનાવાયા છે.રાજ્યની 294 સભ્યોની વિધાનસભા મ ચૂંટણી બે તબક્કામાં યોજાશે.

પ્રથમ તબક્કામાં 152 બેઠકો માટે 23મી એપ્રિલે અને બીજા તબક્કામાં 142 બેઠકો માટે 29મી એપ્રિલે મતદાન થશે. મતગણતરી 4 મેના રોજ થશે.ભારતીય ચૂંટણી પંચ અનુસાર, પ્રથમ તબક્કા માટે ગેઝેટ સૂચના જારી થશે. ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ6 અને 9 એપ્રિલ છે. 

આ સમાચાર શેર કરો