મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગીર સોમનાથના ઉનાના ખાપટ ગામે નશાખોર શિક્ષક સામે ફરિયાદ

ગીર સોમનાથના ઉના તાલુકાના ખાપટ ગામની શાળામાં શિક્ષક હરેશગિરી ગૌસ્વ

તસવીર: gstv

ગીર સોમનાથના ઉના તાલુકાના ખાપટ ગામની શાળામાં  શિક્ષક હરેશગિરી ગૌસ્વામીએ વિદ્યાર્થીને દારૂ લેવા મોકલ્યો હતો. આ મામલે શાળાના આચાર્ય એકશમાં આવ્યા છે..તેમજ નશાખોર શિક્ષક સામે પોલીસ ફરિયા નોંધાવી છે...શાળાના આચાર્યએ  જણાવ્યું કે, વિદ્યાર્થી પર શંકા જતા તેની પૂછપરછ દરમિયાન આ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. નશાખોર શિક્ષક હરેશગિરી વિરુદ્ધ ભૂતકાળમાં પણ આવી અનેક ફરિયાદો ઉઠી ચૂકી છે, જેને પગલે અગાઉ જિલ્લા કક્ષાએ સુનાવણી હાથ ધરી તેમની પાસેથી લેખિતમાં બાંહેધરી પત્ર પણ લેવામાં આવ્યો હતો. આમ છતાં, આ શિક્ષકે   આવું જ નિંદનીય કૃત્ય કરતા  શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ સમાચાર શેર કરો