ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા વેરાવળમાં વહેલી સવારથી જ કાળાડિબાંગ વાદળો વચ્ચે વરસાદી અમીછાંટણા શરૂ થયા છે. છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતા અસહ્ય ઉકળાટ અને બફારા બાદ વરસાદી માહોલ જામતા લોકોને ગરમીથી મોટી રાહત મળી છે. વાતાવરણમાં ઠંડક પ્રસરતા સ્થાનિકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.