મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: દિલ્હી-NCRમાં ઠંડીનો ચમકારો! એપ્રિલમાં પારો 21 ડિગ્રીએ પહોંચ્યો, જાણો કેમ વારંવાર બદલાઈ રહ્યું છે હવામાન?

ઉત્તર ભારતમાં એપ્રિલ મહિનામાં ફેબ્રુઆરી

સોર્સ: GSTV

ઉત્તર ભારતમાં એપ્રિલ મહિનામાં ફેબ્રુઆરી જેવુ હવામાન જોવા મળી રહ્યુ છે. છેલ્લા બે મહિનામાં આઠ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વાતાવરણમાં વારંવાર પરિવર્તન આવી રહ્યુ છે. કરા સાથે વરસાદ પડતા તાપમાનમાં મોટો ઘટાડો નોંધાતા ઉત્તર ભારતમાં અસામાન્ય ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે

ઉત્તર ભારતમાં એપ્રિલમાં અસામાન્ય ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે. ફેબ્રુઆરી જેવું વાતાવરણ સર્જાતાં લોકો મૂંઝવણમાં મુકાઈ ગયા છે. આઈએમડી અનુસારમાર્ચ અને એપ્રિલ બે મહિના દરમિયાન આઠ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયા હતા.જેના કારણે ભારે પવન સાથે વરસાદ, કરા પડતા ઠંડીમાં વધારો થયો છે. તાપમાનમાં આઠ થી પંદર ડિગ્રીનો ઘટાડો થયો છે...દિલ્હીમાંજ્યાં સામાન્ય રીતે એપ્રિલમાં 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહે છે.ત્યાં હવે તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે.

દિલ્હી-એનસીઆર પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં દિવસનું તાપમાન સામાન્ય કરતાં આઠથી પંદર ડિગ્રી સેલ્સિયસ નીચે ગયું છે. વરસાદ, વાવાઝોડાઅને ઠંડા પવનો વારંવાર ફુંકાય છે. જેથી ગરમીને બદલેઠંડી અને ભેજવાળુ વાતાવરણ છે.ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબમાર્ચ અને એપ્રિલની શરૂઆતમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ એક પછી એક સક્રિય થયા હતા.સૌથી વધુ સાત અને આઠ એપ્રીલના રોજ હતી. જેના કારણે જમ્મુ અને કાશ્મીર હિમાચલ પ્રદેશઉત્તરાખંડપંજાબહરિયાણાદિલ્હીઉત્તર પ્રદેશ અને પૂર્વી રાજસ્થાનમાં ભારે વરસાદઅને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો...

આઈએમડીએ નવ થી અગ્યાર એપ્રિલ વચ્ચે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ચેતવણી પણ આપી છે...વારંવાર એક્ટિવ થતી સિસ્ટમ પાછળ હવામાન નિષ્ણાત ગ્લોબલ વોર્મિંગ સહિત વિવિધ કારણોને જવાબદાર માની રહ્યા છે.  

આ સમાચાર શેર કરો