મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

video: આર્થિક તંગીને કારણે ક્લાસ વન અધિકારીએ કર્યો આપઘાત

ભરૂચના ઝાડેશ્વરમાં ક્લાસ વન અધિકારીએ ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી છે... રામેશ્વર પાર્

તસવીર: gstv

ભરૂચના ઝાડેશ્વરમાં ક્લાસ વન અધિકારીએ ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી છે... રામેશ્વર પાર્ક સોસાયટીમાં ભાડે રહેતા આયોજન વિભાગના ક્લાસ-વન અધિકારી પિયુષભાઈ ઉકાણીએ પોતાના નિવાસસ્થાને ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતાં સી-ડિવિઝન પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન મળેલી નોંધમાં આર્થિક તંગી, લોન અને ક્રેડિટ કાર્ડના વધતા દેવાના કારણે તેઓ માનસિક તણાવમાં હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ  હાથ ધરી  છે...

આ સમાચાર શેર કરો