મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: માલદામાં ટિકિટ મુદ્દે ભડકો: ચાંચલ બેઠક પર ઉમેદવાર બદલવાની માંગ સાથે કાર્યકરો રસ્તા પર ઉતર્યા

VIDEO: માલદામાં ટિકિટ મુદ્દે ભડ

VIDEO: માલદામાં ટિકિટ મુદ્દે ભડકો થયો છે.. ચાંચલ બેઠક પર ઉમેદવારની પસંદગીને લઈ કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.. ઉમેદવાર બદલવાની માંગ સાથે રસ્તા રોકો આંદોલન અને ઉગ્ર સૂત્રોચ્ચારથી વાતાવરણ ગરમાયું છે. 

પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના ચાંચલ વિસ્તારમાં ઉમેદવાર બદલવાની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ થયા છે.. પ્રદર્શનકારીઓએ રસ્તાઓ જામ કરીને ટ્રાફિક અટકાવ્યો હતો અને ઉમેદવાર બદલવો પડશે તથા અમે આ સ્વીકારીશું નહીં જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા..

આ આંદોલનમાં રાહુલ ગાંધીના નામનો પણ ઉલ્લેખ થયો હતો, જે ટિકિટ વિતરણ સામેના અસંતોષ અને પક્ષમાં પ્રવર્તતા આંતરિક વિખવાદને સ્પષ્ટપણે દર્શાવે છે.

આ સમાચાર શેર કરો