મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: ચંડીગઢ બ્લાસ્ટ: કોણ મૂકી ગયું વિસ્ફોટક ભરેલી સ્કૂટી? CCTV ફૂટેજમાં શંકાસ્પદની શોધખોળ તેજ

VIDEO: ચંદીગઢમાં ભાજપના કાર્યાલય બહાર વિસ્ફ

સોર્સ: GSTV

VIDEO: ચંદીગઢમાં ભાજપના કાર્યાલય બહાર વિસ્ફોટનો અવાજ સંભળાયો છે. આ ઘટના ચંડીગઢના સેક્ટર 37માં સાંજે સાડા 5 કલાક આસપાસ બની. પોલીસ વિસ્ફોટના કારણોની તપાસમાં શરૂ કરી છે. આ ઘટનામાં કોઈનાઈજાગ્રસ્ત થવાના અહેવાલ પ્રાપ્ત થયા નથી

ચંદીગઢમાં ભાજપ કાર્યાલય બહાર CRPFને ગોઠવી દેવામાં આવી છે. ઘટનાસ્થળેથી વિસ્ફોટમાં ઉપયોગમાં લેવામાં આવેલા છરા પણ કબજે લેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં બ્લાસ્ટનું કારણ જાણી શકાયું નથી. બનાવ બાદ પોલીસ સહિત સુરક્ષા દળોની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તુપાસ શરૂ કરે. પોલીસે સમગ્ર વિસ્તારને સુરક્ષાના કારણોસર કોર્ડન કરી લીધો છે.પ્રાપ્ત વિગતો અનુસાર સાંજે સાડા 5 વાગ્યાની આસપાસ સ્કૂટીમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ બાદ તરત જ સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ.

પોલીસે ઘટનાસ્થળ પરથી પુરાવવા એકત્ર કર્યા. પોલીસ માટે અત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આ સ્કૂટી કોની હતી, તેની તપાસ કરવાની છે. ધોળા દિવસે અને તે પણ ભાજપ જેવા મહત્વના પક્ષના કાર્યાલયની બહાર આ પ્રકારની ઘટના બનતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અનેક સવાલો ઉભા થયા છે. શું આ કોઈ મોટું ષડયંત્ર હતું કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે. આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે જેથી સ્કૂટી મૂકનાર શખ્સની ઓળખ થઈ શકે.

આ સમાચાર શેર કરો