VIDEO: ભોપાલમાં ‘બુલડોઝર ન્યાય’: તળાવ કિનારે ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત, 34 મકાનો અને દુકાનો પર ફરી વળ્યું તંત્ર!
ભોપાલમાં અતિક્ર

ભોપાલમાં અતિક્રમણ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે.. કોર્ટના આદેશ બાદ તળાવ કિનારે આવેલા ગેરકાયદે બાંધકામોને જમીનદોસ્ત કરવામાં આવ્યા છે.. એસડીએમની આગેવાનીમાં તંત્રએ અપનાવેલા કડક વલણથી દબાણકર્તાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.
ભોપાલમાં તળાવની આસપાસના ગેરકાયદે દબાણો હટાવવા માટે કોર્ટના આદેશાનુસાર વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે.. તહેવારો અને પોલીસ બળની અછતને કારણે વિલંબિત આ કામગીરી હવે વેગવંતી બની છે, જેમાં એસડીએમ અર્ચના શર્માની હાજરીમાં અત્યાર સુધીમાં 11 મકાનો અને વ્યાપારી દુકાનો તોડી પાડવામાં આવી છે.. અગાઉ પણ અહીં અનેક ડેરીઓ અને મકાનો દૂર કરાયા હતા, પરંતુ દસ્તાવેજો વગર ગેરકાયદે કબજો જમાવી બેઠેલા લોકો સામે આ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પોલીસ અને વહીવટી તંત્રના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ચાલી રહેલી આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.. જે લોકો પાસે માલિકીના પૂરતા પુરાવા નથી તેમને સ્થળ પરથી ખસેડીને તળાવની જમીન ખાલી કરાવવામાં આવી રહી છે.. અત્યાર સુધીમાં કુલ 34 મકાનો અને અનેક દુકાનો પર બુલડોઝર ફેરવી દેવાયું છે.. ભોપાલના જળાશયોને અતિક્રમણ મુક્ત બનાવવાના આ અભિયાનથી દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે અને વહીવટી તંત્ર કોઈપણ દબાણ વગર કામગીરી પૂર્ણ કરવા મક્કમ જણાય છે.












