VIDEO/ આગામી વર્ષે બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો વેકેશન અને રજાઓનું સંપૂર્ણ લિસ્ટ
VIDEO/ Board exams will be held early next year, complete list of vacations and holidays | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27નું સત્તાવાર કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે., આગામી વર્ષે ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ દર વર્ષની સરખામણીએ થોડી વહેલી એટલે કે 25 ફેબ્રુઆરી 2027થી શરૂ થશે નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ 8 જૂન 2026થી થશે. સમગ્ર વર્ષ દરમિયાન પ્રથમ સત્રમાં 120 દિવસ અને બીજા સત્રમાં 124 દિવસ મળી કુલ 244 દિવસો નક્કી કરવામાં આવ્યા છે, જેમાંથી 4 સ્થાનિક રજાઓ બાદ કરતાં કુલ 240 દિવસનું કાર્યશિક્ષણ રહેશે.. પ્રથમ સત્ર 4 નવેમ્બર 2026ના રોજ પૂર્ણ થશે. ત્યારબાદ 21 દિવસનું દિવાળી વેકેશન પડશે. જ્યારે દ્વિતીય સત્રની શરૂઆત 26 નવેમ્બર 2026થી થશે અને 3 મે 2027થી 35 દિવસનું ઉનાળુ વેકેશન શરૂ થશે.




