VIDEO: રાજધાની દિલ્હીમાં 70 લાખની સરકારી દવાઓના કાળાબજારનું રેકેટ પકડાયું, 5 આરોપી જેલભેગા
દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે સરકારી હોસ્પિટલ
દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે સરકારી હોસ્પિટલમાંથી મફત વિતરણ માટે આપવામાં આવતી દવાઓના ગેરકાયદેસર વેચાણના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે.કાર્યવાહી દરમિયાન પોલીસે આશરે 70 લાખ રૂપિયાની દવાઓનો મોટો જથ્થો જપ્ત કર્યો છે.આ દવાઓ ગંભીર રોગોની સારવાર માટે અત્યંત જરૂરી છે.
દિલ્હી પોલીસે આ રેકેટમાં સંકળાયેલા પાંચ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં સ્થાનિક સરકારી હોસ્પિટલમાં કાર્યરત એક વ્યક્તિ પણ સામેલ છે.તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેંગ સરકારી યોજનાઓ હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે આપવામાં આવતી મોંઘી દવાઓને ચોરી કરીને નફા માટે બ્લેક માર્કેટમાં વેચતી હતી.
કાર્યવાહી દરમિયાન પોલીસે આશરે 70 લાખ રૂપિયાની દવાઓનો મોટો જથ્થો જપ્ત કર્યો છે.જપ્ત કરાયેલી દવાઓમાં મેરોપેનેમ, સેફ્ટ્રિયાક્સોન અને રેબીઝ એન્ટિસેરમ જેવી મોંઘી દવાઓ સામેલ છે. આ દવાઓ ગંભીર રોગોની સારવાર માટે અત્યંત જરૂરી છે અને સરકારી હોસ્પિટલોમાં મફત વિતરણ માટે જ આરક્ષિત છે.પોલીસે આરોપીઓ સામે આગળની તપાસ શરૂ કરી છે અને રેકેટના વધુ સભ્યોને પકડવાના પ્રયાસો ચાલુ છે.












