VIDEO: વિજય થલાપતિને મોટી રાહત, મદ્રાસ હાઈકોર્ટે ટીવીકેના પ્રમુખ વિરુદ્ધ તપાસની અરજીને ફગાવી
મદ્રાસ હાઈકોર્ટે અભિનેતા અને ટીવીકેના પ
મદ્રાસ હાઈકોર્ટે અભિનેતા અને ટીવીકેના પાર્ટીના પ્રમુખ વિજય થલાપતિ વિરુદ્ધ તપાસની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. આ અરજીમાં વિજયે તેમના ચૂંટણી સોગંદનામામાં પત્ની સંગીતા વિજયને 12 કરોડ 60 રૂપિયા ઉછીના આપ્યા હોવાની જાહેરાતને પડકારવામાં આવી હતી.
પેરામ્બુર મતવિસ્તારના મતદાર વેંકટેશ દ્વારા દાખલ કરાયેલી અરજીમાં દાવો કરવામાં આવયો હતો કે, સંગીતા વિજય થલાપતિ વિરુદ્ધ છૂટાછેડાની અરજી કરી છે, તેથી આ રકમને લોન તરીકે બતાવવી શંકાસ્પદ છે. અરજદારે એ પણ આરોપ લગાવ્યો હતો કે, ખાનગી શૈક્ષણિક ટ્રસ્ટને આપેલા વીસ કરોડ રૂપિયા અંગે સોગંદનામામાં કોઈ સ્પષ્ટ સમજૂતી આપવામાં આવી નથી.
મુખ્ય ન્યાયાધીશ એસએ ધર્માધિકારી અને ન્યાયાધીશ જી અરુલમુરુગનની બેન્ચે કહ્યું કે, આ જ પ્રકારની અરજી અગાઉ પણ ફગાવી દેવામાં આવી છે. તેથી વર્તમાન અરજી પર વિચાર કરી શકાય નહીં. આ ચુકાદાથી વિજયને મોટી રાહત મળી છે. તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં ટીવીકેના પ્રવેશથી ત્રિ-માર્ગીય સ્પર્ધા જામી છે. તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં 85 ટકા મતદાન નોંધાયું હતું. તમામ પરિણામો 4 મેના રોજ જાહેર કરવામાં આવશે.




