મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: બંગાળ ચૂંટણી પહેલા TMCને મોટો ઝટકો: જમીન કૌભાંડમાં રાસબિહારીના ઉમેદવાર દેવાશીષ કુમારને EDનું સમન્સ

VIDEO: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ જમીન કબજે કર

સોર્સ: GSTV

VIDEO: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ જમીન કબજે કરવાના મામલામાં તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય અને રાસબિહારી વિધાનસભા મતવિસ્તારના ઉમેદવાર દેવાશીષ કુમારને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે.

 આગામી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે રાસબિહારી બેઠક પરથી ટીએમસી તરફથીદેવાશીષ કુમાર ચૂંટણી લડી રહ્યા છે. આ માટે તેઓ ઈડીની કોલકાતા ઓફિસે પહોંચ્યા હતા.ઈડીના આરોપ મુજબ, એક બાંધકામ કંપનીએ દક્ષિણ કોલકાતાના લગ અલગ વિસ્તારોમાં જમીન પર અતિક્રમણ કરીને બાંધકામ કર્યું હતું. આમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની મદદ લેવામાં આવી હોવાનો પણ આરોપ છે. આ મામલે ઈડીએ તપાસ હાથ ધરીને દેવાશીષ કુમારને સમન્સ મોકલ્યા હતા.

ટીએમસીના નેતા અને ઉત્તર બેલેઘાટાથી પાર્ટીના ઉમેદવાર કુણાલ ઘોષે આ કાર્યવાહીને રાજકીય બદલો ગણાવી છે. તેમણે કહ્યું કે ભાજપ ચૂંટણીમાં હારતું જોઈને ઈડીઅને સીબીઆઈનો ઉપયોગ કરીને મતદારોને હેરાન કરી રહ્યું છે.પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં 152 બેઠકો માટે 23 એપ્રિલે અને બીજા તબક્કામાં 142 બેઠકો માટે 29 એપ્રિલે મતદાન થશે. મતગણતરી 4 મેના રોજ થશે.

આ સમાચાર શેર કરો