VIDEO: ભોપાલમાં રણસંગ્રામ: યુવકની હત્યાના વિરોધમાં CM હાઉસનો ઘેરાવ, પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ટકરાવ
VIDEO: મધ્યપ્રદેશના ભોપાલમાં અશોકગાર
VIDEO: મધ્યપ્રદેશના ભોપાલમાં અશોકગાર્ડન વિસ્તારમાં યુવકની કથિત હત્યાના વિરોધમાં સેંકડો લોકોએ મુખ્યમંત્રીના નિવાસસ્થાન પાસે વિશાળ વિરોધ પ્રદર્શન કર્યું. પ્રદર્શનકારીઓએ ન્યાયની માંગ કરતા આરોપીઓ વિરુદ્ધઆકરી કાર્યવાહીની મુખ્ય માંગણી કરી છે
ભોપાલના પોલિટેકનિક સ્ક્વેર પર એકઠા થયેલા પ્રદર્શનકારીઓને કારણે આ વિસ્તારમાં ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. શાંતિ જાળવવા માટે વહેલી સવારથી જ પોલીસની તૈનાતી કરવામાં આવી હતી અને પ્રદર્શનકારીઓને વિરોધ પાછો ખેંચવા માટે સમજાવવાના પ્રયાસો કર્યા હતા.જોકે, કેટલાક પ્રદર્શનકારીઓ મુખ્યમંત્રીના નિવાસસ્થાન તરફ કૂચ કરવાનો પ્રયાસ કરતા પોલીસે દરમિયાનગીરી કરી. પોલીસે લાઠીચાર્જ કરવાનો ઇનકાર કરતા જણાવ્યું કે તેઓએ શાંતિપૂર્વક વાતચીત દ્વારા ભીડને વિખેરી નાખી હતી.
ડેપ્યુટી પોલીસ કમિશનરે જણાવ્યું કે અમે લાઠીચાર્જ કર્યો નથી. પ્રદર્શનકારીઓ સાથે વાત કરીને તેમને સમજાવીને સ્થળ પરથી વિખેરાવ્યા છે. ઘટનામાં અત્યાર સુધીમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના આરોપીને પણ ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે. બીજી તરફ, પ્રદર્શનકારીઓએ આરોપ લગાવ્યો કે તેઓ શાંતિપૂર્વક ન્યાયની માંગ કરી રહ્યાં છે, પરંતુ પોલીસે તેમના પર આક્રમકતા દાખવીને લાઠીચાર્જ કર્યો હતો.












