VIDEO: સાવધાન! સોશિયલ મીડિયા પર એક ફોટો અપલોડ કરવા પાછળ ખર્ચાય છે અબજો લિટર પાણી, જુઓ વિશેષ અહેવાલ
VIDEO: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિ

VIDEO: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ ક્રાંતિનું સપનું સોહામણું લાગે છે પણ એની પાછળ પાછળ પર્યાવરણ સામે પણ પડકારો ઊભા થઇ રહ્યા છે.ભારતના ડિજિટલ ડ્રીમ માટે આ પડકારો કેટલા ચિંતાજનક છે અને સંતુલન કેટલું જરૂરી છે એ જોઇએ આ વિશેષ અહેવાલમાં
આજે કરોડો લોકો ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ સેવાઓનો લાભ લઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર ફોટો અપલોડ કરવાથી લઈને ઈમેલ મોકલવા સુધીની દરેક ઓનલાઈન પ્રવૃત્તિ ડેટા સેન્ટર્સમાં સંગ્રહિત થાય છે. પરંતુ આ ડિજિટલ વિકાસની સાથે જ પાણીના વપરાશનું નવું સંકટ ઊભું થઈ રહ્યું છે, જે ભવિષ્યમાં જળસંકટને વેગ આપી શકે છે.ડેટા સેન્ટર્સમાં હજારો સર્વર સતત કાર્યરત રહે છે, જે અત્યંત ગરમી પેદા કરે છે. આ સર્વર્સને ઠંડા રાખવા માટે વિશાળ માત્રામાં પાણીની જરૂર પડે છે. ગૂગલ, માઈક્રોસોફ્ટ જેવી કંપનીઓના ડેટા સેન્ટર્સ અબજો લિટર પાણી વાપરે છે. માઈક્રોસોફ્ટના વૈશ્વિક પાણી વપરાશમાં તાજેતરના વર્ષોમાં નોંધપાત્ર વધારો થયો છે, જેનું મુખ્ય કારણ AIનો વિસ્તાર છે. આગામી વર્ષોમાં આ વપરાશ વધુ બમણો થવાની આશંકા છે.








